
પરમ પૂજ્ય સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય)જી

પ્રજા પંખ સચિન:
સચિનમાં SAT સ્વામિનારાયણ મંદિર, સચિન અને ગઢવી સમાજ, સુરત દ્વારા ગત રોજથી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય જ્ઞાન યજ્ઞનું આયોજન થઇ રહ્યું છે. જેમાં ધર્મપ્રેમી ભાવિકજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ભાગવત કથાના વાચક અમારા ગુજરાતના સુપ્રસિદ્ધ, સાધુગુણ સંપન્ન, પરમ પૂજ્ય સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય)જી વ્યાસપીઠ પર આરૂઢ થઈ, મધુર સંગીત, સુરાવલી અને વિશેષ વિડિઓ પ્રેઝન્ટેશન સાથે હિન્દી ભાષામાં ભક્તજનોને કથા રસનો સાક્ષાત અનુભવ કરાવી રહ્યા છે. પ્રથમ દિવસથીજ મોટી સંખ્યામાં શ્રાવકો ઉમટતા અનેક ભાવિકભક્તોએ જમીનપર બિરાજમાન થઇ સંગીતમય કથા-પ્રવચનથી તરબોળ થયા. સચિનની ભાગવત કથામાં આટલી વિશાળ મેદનીની ઉપસ્થિતિ નિહાળીને સંતશ્રી વક્તા ખૂબ જ પ્રભાવિત થયા છે.
હજી ખુરશી મુકવા જણાવ્યું.
આયોજક સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સપ્તાહ દરમિયાન વિવિધ રૂપક સાથે
કથાનું નિરૂપણ પ્રેજેન્ટેશન થશે. સભા મંડપમાં વોલન્ટીયર્સ પણ ખૂબ જ ધગશથી કામ કરી રહ્યા છે. બે દિવસના કથા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યા છે. ધર્મપ્રેમીઓની ભીડ પણ વધી રહી છે. આમ સચિનમાં SAT સ્વામિનારાયણ મંદિર, સચિન અને ગઢવી સમાજ, સુરત દ્વારાના આ આયોજન થકી સમગ્ર સચિન વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે.
SAT સ્વામિનારાયણ મંદિર, સચિનમાં વિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ, સીતારામ વગેરે દેવોના તૃતીય વાર્ષિક પાટોત્સવના પાવન અવસરે, શ્રીમદ્ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણ ભગવાનની લીલાઓનું, પરીક્ષિત રાજા અને ધ્રુવ મહારાજની વાર્તાઓનું ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવી રહ્યું છે. બીજા દિવસે ભગવાન ની ઉંમર કેટલી..? જે શ્રીમદ ભાગવતગીતા મહાપુરાણ અનુસાર જણાવ્યું.
સત્યયુગ (17,28,000 वर्ष)
ત્રેતાયુગ (12,96,000 वर्ष)
દ્વાપરયુગ (8,64,000 वर्ष)
કળિયુગ (4,32,000 वर्ष)
43,20,000 વર્ષ આ ચાર યુગ મળે એટલે એક મહાયુગ,આવા
76 મહાયુગ = એક મંવનતર
અને 1000 મંવનતર = એટલે એક કલ્પ અને 730 કલ્પ = બ્રહ્માની ઉંમર બ્રહ્માજીની સો વર્ષની ઉંમરે ભગવાનની
ફક્ત આંખો ખુલીને બંધ થઇ
જાય છે. જે બાબતે વિસ્તૃત
સમજાવ્યું.
સચિન સત સ્વામિનારાયણ મંદિરના શ્રી જનમંગલ સ્વામી અને સમાજ અગ્રણીઓમાંના કિશન ગઢવીજીએ કહ્યું કે આ અલૌકિક કથા ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ છે જેથી કથા શ્રાવકો પધારી રહ્યા છે. કથા 31 માર્ચ 2025 (સોમવાર) સુધી ચાલશે, સાતમા દિવસે વિરામ લેશે. કથાનો સમય
દરરોજ રાત્રે 9:00 થી 11:30
સુધી નો છે.જયારે પવિત્ર કથાનું
સ્થાન: SMC સુડા ગ્રાઉન્ડ, સચિન ચાર રસ્તા, સુરત-નવસારી રોડ, સચિન, સુરત છે.!" આપ સહુને વધુ માહિતી માટે સંપર્ક કરો:
સતશ્રી જનમંગલ સ્વામી: 99254 34000
શ્રી કિશન ગઢવી: 98983 22649
Comentários